વેક્સિનેશન તેમજ કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ નું આયોજન કરાયું

APMC / JUNAGADH

વેક્સિનેશન તેમજ કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ નું આયોજન કરાયું

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જુનાગઢ દ્વારા વેક્સિનેશન તેમજ કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ નું આયોજન કરાયુંજુનાગઢ માર્કેટિંગ યાર્ડ અને આરોગ્ય સમિતિના સંયુક્ત ઉપક્રમે યોજાયો મેગા રસીકરણ અને રેપિડ ટેસ્ટ કેમ્પસરકાર શ્રી દ્વારા 18 વર્ષ થી ઉપરના લોકો માટે વેક્સિન આપવા નું સરું કર્યું છે ત્યારે જુનાગઢ માર્કેટીંગ યાર્ડ ના ઉત્સાહી ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા 18 વર્ષ થી ઉપરના સર્વે જ્ઞાતિ ના લોકો માટે કેમ્પનું આયોજન કરાયું જેનું દીપ પ્રાગટ્ય પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડના ચેરમેન કિરીટભાઈ પટેલ , જુનાગઢ જીલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી દિનેશભાઈ ‌ખટારીયા‌‌‌,તેમજ ખેડૂત પ્રતિનિધિઓ તેમજ વેપારી પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.રસીકરણ કેમ્પ માં સરકારશ્રીના નિયમ અનુસાર સોશીયલ ડિસ્ટન્સના પાલન કરાયું હતું તમામ કાર્યક્રમ નું સંચાલન માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી પી એસ ગજેરાએ કર્યું હતું . રસીકરણ કેમ્પ ની શરૂઆત કરાયા બાદ ચેરમેન કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારશ્રીની નેમ અનુસાર કોઈ પણ વ્યક્તિ વેક્સિનેશન થી બાકાત ન રહી જાય તે માટે કાળજી લઈને દરેક લોકો વેક્સિનેશન કરાવે તેમ ઉપસ્થિત રહેલા તમામ વેપારી મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આજરોજ જૂનાગઢ ખેતીવાડી બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ

APMC / JUNAGADH

આજરોજ જૂનાગઢ ખેતીવાડી બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડના નિવૃત્ત કર્મચારીઓ ના પેનશન અને પગાર ચુકવણી નો કર્મચારીઓ અને યાર્ડ ના હોદેદારોની બેઠક યોજી.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ના ખૂબ લાંબા સમયથી પડતર પ્રશ્ન એવા નિવૃત્ત કર્મચારીઓ ના પેનશન અને પગાર ચુકવણી નો આજ રોજ કર્મચારીઓ અને યાર્ડ ના હોદેદારોની બેઠક યોજી અને કર્મચારીઓને અન્યાય ના થાય એ રીતે એમની લાગણીઓ અને માંગણીઓ ને યાર્ડ ના કાયદા કાનૂન મુજબ ચૂકવીને યાર્ડ ના આ પ્રશ્નનો સુખદ નિકાલ કરવામાં આવેલ…જય કિસાન , જય બલરામ ,