શ્રી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે નવા વર્ષના પ્રારંભે માર્કેટિંગ યાર્ડમાં કામગીરી કરતા સ્ટાફ મેમ્બર્સની મિટિંગ યોજાઈ.

આજરોજ શ્રી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે નવા વર્ષના પ્રારંભે માર્કેટિંગ યાર્ડમાં કામગીરી કરતા સ્ટાફ મેમ્બર્સની મિટિંગ યોજાઈ, જેમાં હાજરી આપી આવનારા દિવસોમાં યાર્ડમાં આવકનો સ્ત્રોત કેમ વધે તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વધુમાં વધુ કેમ ઉપયોગી બની શકાય તે અંગે માર્ગદર્શન આપેલ.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમ ના પવિત્ર દિવસે બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન.

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમ ના પવિત્ર દિવસે બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં હાજરી આપી નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી.