અકસ્માત વીમા સહાય અંતર્ગત રૂ.150000/- નો ચેક રૂબરૂ આપવામાં આવ્યો.

“સરકાર ખેડૂતના આંગણે”

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ માં નોંધાયેલ જૂનાગઢ તાલુકાના બિલખા (ભલગામ)ના ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા પોલિસી અંતર્ગત અકસ્માતે મુત્યુ પામેલ મહિલા ખેડૂત સુમિતાબેન નાથાભાઈ લાલૈયાના અકસ્માતે મૃત્યુ બાદ પરિવાર જનોને અકસ્માત વીમા સહાય અંતર્ગત રૂ.150000/- નો ચેક એમનાં ઘરે જઈ રૂબરૂ આપવામાં આવ્યો.

નવનિર્મિત કૃષિ ભવન ના ભૂમિપૂજન અને મહા ખેડૂત શિબિર

આજે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે નવનિર્મિત કૃષિ ભવન ના ભૂમિપૂજન અને મહા ખેડૂત શિબિર નો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ પ્રદેશ ભાજપ અઘ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ ની ઉપસ્થિતી માં યોજાયેલ.

સુશાસન સપ્તાહ નિમિત્તે ખેડૂત લક્ષી માર્ગદર્શન શિબિર તેમજ પ્રદર્શની યોજાઈ.

આજરોજ ભેસાણ તાલુકાના રાણપુર ગામ ખાતે કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ અંતર્ગત સુશાસન સપ્તાહ નિમિત્તે ખેડૂત લક્ષી માર્ગદર્શન શિબિર તેમજ પ્રદર્શની યોજાઈ જેમાં ગુજરાતસરકારના પુર્વમંત્રી અને ગુજરાત ગ્રામ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા સાથે હાજરી આપી.

શ્રી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે નવા વર્ષના પ્રારંભે માર્કેટિંગ યાર્ડમાં કામગીરી કરતા સ્ટાફ મેમ્બર્સની મિટિંગ યોજાઈ.

આજરોજ શ્રી સરદાર પટેલ માર્કેટિંગ યાર્ડ – જૂનાગઢ ખાતે નવા વર્ષના પ્રારંભે માર્કેટિંગ યાર્ડમાં કામગીરી કરતા સ્ટાફ મેમ્બર્સની મિટિંગ યોજાઈ, જેમાં હાજરી આપી આવનારા દિવસોમાં યાર્ડમાં આવકનો સ્ત્રોત કેમ વધે તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોને વધુમાં વધુ કેમ ઉપયોગી બની શકાય તે અંગે માર્ગદર્શન આપેલ.

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમ ના પવિત્ર દિવસે બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન.

આજરોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે લાભ પાંચમ ના પવિત્ર દિવસે બજાર સમિતિ જૂનાગઢ દ્વારા વેપારી મિત્રો સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં હાજરી આપી નવા વર્ષની શુભ કામનાઓ પાઠવી.

“એકતા દિવસ” નિમિત્તે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.

અખંડ ભારતના ઘડવૈયા અને ભારતવર્ષ નું ગૌરવ એવા લોહ પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને સમર્પિત રાષ્ટ્રીય “એકતા દિવસ નિમિત્તે” જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર સાહેબને પુષ્પાંજલિ કરવામાં આવી હતી.જેમાં માર્કેટીંગ યાર્ડના બોર્ડ ઓફ ડિરેક્ટરો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હાજરી આપી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પવંદના કરી હતી.

જૂનાગઢ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ.

આજરોજ જૂનાગઢ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – જૂનાગઢ ના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠક મળેલ જેમાં ઉપસ્થિત રહેલ.

કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂતલક્ષી માર્ગદર્શન અંગેના સ્ટોલ નું લોકાર્પણ કરવામાં આવ્યું.

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂત લક્ષી માર્ગદર્શન અંગેના સ્ટોલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,બાદમાં યાર્ડનાં સભા ખંડ ખાતે વેપારી મિત્રો અને સિંગદાણા એસોસિએશન નાં વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.

અકસ્માત વીમા યોજના અંતર્ગત વારસદાર ને રૂપિયા:૧,૫૦,૦૦૦/- ના ચેક અપૅણ કરવામાં આવેલ.

જુનાગઢ તાલુકાનાં ઈશાપુર ગામના ખેડૂત ખાતેદાર વિપુલભાઈ કડવાભાઈ ડોબરીયા તથા મજેવડી ગામના ખેડૂત ખાતેદાર લલીતભાઈ કાનાભાઈ પબાણી નું અકસ્માતમાં અવસાન થતાં શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અકસ્માત વીમા યોજના અંતર્ગત આજ રોજ તેમના વારસદાર રીટાબેન વિપુલભાઈ ડોબરીયા તથા જેન્તીભાઈ કાનાભાઈ પબાણી ને રૂપિયા:૧,૫૦,૦૦૦/- ના ચેક અપૅણ કરવામાં આવેલ